વલસાડ LCBની ટીમ ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમીવાળા કન્ટેનર ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. કન્ટેનર ચાલકે કન્ટેનર ન અટકવતા પોલીસની ટીમે કન્ટેનરનો ફિલ્મીઢબે પીછો કરી કન્ટેનરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ભિલાડ રેલવે ફાટક પાસે ટ્રાફિક જામમાં કન્ટેનર અટકી ગયો હતો. જેથી કન્ટેનર ચાલક અને ક્લીનરે ભાગવાનો પ્રયાસ કરતા કન્ટેનર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
જ્યારે ક્લીનર ભાગી જવામાં સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ LCBની ટીમ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસ ખાતેથી એક કન્ટેનર નંબર MH/46/BM/2114માં દારૂનો જથ્થો ભરી ચાલક સેલવાસથી નીકળી નરોલી થઈને નેશનલ હાઈવે નંબર 48 પરથી અમદાવાદ તરફ જવાનો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે પોલીસની ટીમ નરોલી ચેકપોસ્ટ પાસે બાતમી વાળા કન્ટેનરની વોચ ગોઠવી ઉભી હતી તે દરમિયાન બાતમીવાળુ કન્ટેનર આવતા પોલીસે તેને ઉભુ રાખવાનો ઈશારો કરતા કન્ટેનર ચાલકે કન્ટેનર ઊભું ન રાખી પૂરઝડપે આગળની તરફ હંકારી મૂક્યું હતું. જોકે પોલીસે કન્ટેનરનો પીછો કરી ભિલાડ હાઇવે ઉપર આર એફ ડેલીમાર્ટ મોલની સામે સર્વિસ રોડ ઉપર ભિલાડ રેલવે ફાટકનો ટ્રાફિક જામ હોય કન્ટેનર ચાલકે કન્ટેનરને સર્વિસ રોડ ઉપર ઉભી રાખી દીધું હતું.
ત્યારબાદ પોલીસને જોઈ કન્ટેનર ચાલક અને ક્લીનર સાઈડમાંથી એક ઇસમ નીચે ઉતરી ભાગવા લાગ્યા હતા. બંને ઈસમોનો અલગ અલગ ટીમો બનાવી પીછો કરતા કન્ટેનર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો અને ક્લીનર શીટ ઉપર બેસેલો યુવક હાઇવે ક્રોસ કરી સામેની બાજુથી ભાગી છુટ્યો હતો. પોલીસે ચાલકને સાથે રાખી કન્ટેનરમાં ચેક કરતા કોથળાઓમાંથી કુલ 10,068 બોટલ દારૂની બોટલો મળી આવી હતી. જોકે પોલીસે દારૂના જથ્થા સાથે સુરેશકુમાર રામજીવન બીસ્નોયની અટકાયત કરી કન્ટેનરમાંથી ભાગી છુટેલા રિષપાલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 34.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500