વલસાડનાં નરોલી ઓવર બ્રિજ પાસેથી સુરત તરફ જતાં કન્ટેનરમાંથી સામાનની આડમાં સંતાડેલી પેટીઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ LCBની ટીમ ભીલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કન્ટેનર નંબર PB/10/HN/9831માં પરચુરણ સામાનની આડમાં કન્ટેનરનો ચાલક સેલવાસથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ તરફથી નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમ ભીલાડ નારોલી ઓવરબ્રિજ નીચે બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી ઉભી હતી.
તે દરમિયાન કન્ટેનર આવતા તેને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં પરચુરણ સામાનની આડમાં 24 પેટીમાંથી 1020 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો હતો. જોકે દારૂનાં જથ્થા સાથે રાજકુમાર કેદારબલી રાજભરની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના મોનુ નામના ઈસમનાં કહેવાથી તેના માણસે ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. LCBની ટીમે કન્ટેનર, 1020 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ તેમજ કન્ટેનરમાં ભરેલો પરચુરણ સામાન મળી કુલ 1.09 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ, દારૂ ભરાવનાર મોનું તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application