વલસાડનાં કપરાડા તાલુકાનાં કોલવેરા ગામનાં મૂળગામ ફળીયામાં રહેતા 42 વર્ષીય સમીર રાજીરામભાઇ સાનકરા સાંજે તેમની 12 વર્ષની પુત્રી દર્શના સાથે ગામમાં દુકાને શાકભાજી લેવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે પાછળથી છુપાઈ બેસેલો રતિલાલએ સમીરનાં માથાનાં ભાગે કુહાડીથી ઘાતકી હુમલો કરતા તે પરિસ્થિતિને સમજે તે પહેલા તો સમીરને માથા અને મોંઢાના ભાગે 8થી વધુ ઘા મારી દેતા તેનું સ્થળ પર મોત થયું હતું. જયારે આ ઝઘડાને પગલે સમીરની હત્યા કરી 24 વર્ષીય રતિલાલ ગંગારામ સાનકરા 108ને કોલ કરી પોતે જ કપરાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
જ્યારે અન્ય બે શંકમદ ઈસમો શંકર ગંગારામ અને મને ગંગારામ ઊપર પણ કાર્યવાહી થાય એવી ભોગ બનેલા પરિવારે માંગ કરી છે. જો એ લોકોને છોડી મુકવામાં આવશે તો હજુ કંઈ પણ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. જોકે પોલીસે પી.એમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપી હતી ત્યારબાદ અંતિમ ક્રિયા થતા ગામમાં પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે ગામના સરપંચ અને જવાબદાર લોકોને સમજાવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application