Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી ચાર રસ્તા નજીકથી ગાંજાનાં જથ્થા સાથે દહાણુનો એક ઇસમ ઝડપાયો, બે વોન્ટેડ

  • January 11, 2023 

વાપી ચાર રસ્તા નજીકથી એક ટાટા વાનમાં વનસ્પતિજન્ય ગાંજા સાથે દહાણુનાં ઇસમને પકડી પાડી તેની પાસેથી 29.700 ગ્રામ ગાંજા કબજે લઇ જથ્થો આપનાર વાપી અને વિરારના બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સુરત રેન્જ આઇ.જી. તથા જિલ્લા એસ.પી. તરફથી વલસાડ જિલ્લામાં માદક નાર્કોટિક્સ પદાર્થો-ખરીદ-વેચાણ કરતા અટકાવવા અંગે તેમજ એટીએસ ચાર્ટર મુજબના ગુના શોધવા આપેલ સુચનાનાં આધારે એસ.ઓ.જી. પી.આઇ.નાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. અને સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા.




તે દરમિયાન વાપીથી ભીલાડ જતા સર્વિસ રોડ ઉપર ખોડીયાર હોટેલ તરફ મહારાષ્ટ્ર પાર્સિંગની ટાટા મેજીક વાન નંબર MH/48/F/4924માં ચાલક બેસેલો હોય વાનની ચકાસણી કરતા પાછળની સીટના નીચેથી સેલોટેપ વીટાળેલ પેકીંગ પાર્સલો નંગ-6માં ગાંજાનો જથ્થો ભરેલ મળી આવતા આરોપી અસગર અલીહસન અન્સારી (રહે.વારોટી, બજારપાડા, તા.દહાણુ) નાને પકડી 29.700 ગ્રામ ગાંજા અને ગાડી મળી કુલ રૂપિયા 06,07,220/-નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ ડુંગરા પોલીસને સોંપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News