વલસાડ જિલ્લાનાં વાપી એસ.જી.એસ.ટી. સુપ્રીટેન્ડન્ટ અધિકારીએ વાપીની એક મહિલા લેબર કોન્ટ્રાક્ટર બંધ પેઠી સંચાલિકાને બાકી ભરણું ભરી જાવા અંગે નોટિસ પાઠવી હતી. જોકે લેબર કોન્ટ્રાક્ટરે બાકી ભરણું ભર્યું હોવા છતાં સુપ્રીટેન્ડન્ટ અધિકારીએ અને એસ.જી.એસ.ટી. ઇસ્પેક્ટરે રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરી હતી.
જયારે મહિલાએ એ.સી.બી.નો સંપર્ક કરીને બંને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેથી એ.સી.બી.નાં છટકામાં આરોપી ઝડપાયા બાદ એ.સી.બી.નાં રિમાન્ડ પુરા થતાં વલસાડ કોર્ટે આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ધકેલી દીધો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી એસ.જી.એસ.ટી. અધિકારીએ એક લેબર કોન્ટ્રાક્ટરની બંધ પેઢી સંચાલિતાને પાછલો એસ.જી.એસ.ટી.નું બાકી ભરણું ભરી જવા નોટિસ પાઠવી હતી.
આથી એસ.જી.એસ.ટી.નાં ઇન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડન્ટે રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરી હતી. તે કેસમાં લેબર કોન્ટ્રાકટર પેઠી સંચાલિકા લાંચિયા અધિકારીઓને લાંચની રકમ સંચાલિકા આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.ની ટીમનો સંપર્ક સાધ્યો હતો. આમ, સુરત એ.સી.બી.ની ટીમે વાપીની એસ.જી.એસ.ટી. કચેરીમાં લાંચનું છટકું ગોઠવી લેબર કોન્ટ્રાકટર પાસેથી એસ.જી.એસ.ટી. સુપ્રિટેન્ડન્ટને રૂપિયા 20 હજારની લાંચ સ્વીકારતા સુપ્રિટેન્ડન્ટ અધિકારી રામકિશોર મીણાને એ.સી.બી.નાં છટકામાં ઝડપાઈ ગયો હતો.
જ્યારે લાંચિયો ઇન્સ્પેક્ટર કચેરીમાં ન મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો તે કેસમાં આરોપી રામકિશોર મીણાના રિમાન્ડ એ.સી.બી.ની ટીમે મેળવ્યા હતા. આરોપીનાં રિમાન્ડ પુરા થતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો વલસાડ કોર્ટે આદેશ કર્યો હતો. જેથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી સુરત એ.સી.બી.ની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500