વલસાડ જિલ્લાનાં વાપી GIDC પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ દ્વારા વાપી GIDC ચાર રસ્તાથી UPL બ્રિજ તરફ જતા સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા ટ્રક ચાલક પાસે કેસ ન કરવાનાં બદલામાં રૂપિયા 2 હજારની લાંચ માંગી હતી. જેની ACBમાં ફરિયાદ કરતા વલસાડ ACBની ટીમે તાત્કાલિક લાંચનું છટકું ગોઠવીને વલસાડ GIDC પોલીસ મથકના હેડ કોસ્ટબલ અને એક હોમગાર્ડ જવાન લાંચના છટકામાં ઝડપાયા હતા. તે કેસમાં વાપી ACBની સ્પેશ્યલ કોર્ટેમાં પોલીસ કોન્ટેબલે જેલમાંથી મુક્ત થવા જામીન અરજી કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વપીની સ્પેશ્યલ કોર્ટના જજ એમ પી પુરોહિતે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તાથી UPL બ્રિજ તરફના સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી ટ્રકના ચાલક પાસે લાયસન્સ અને ટ્રકના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરી ટ્રક પાર્કિંગ કરવા બાબતે કોઈ કાર્યવાહી ન કરવા GIDC પોલીસના હેડ કોસ્ટબલે રૂપિયા 3 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે છેવટે 2 હજારમાં પટાવત કરવામાં આવી હતી. ટ્રક ચાલક લાંચ આપવા માંગતો ન હોય જેથી વલસાડ ACBમાં ફરિયાદ કરી હતી. વલસાડ ACBએ વાપી GIDC પોલીસ મથકમાં ઇન્વે ઓફીસ બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું.
વાપી GIDC પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના કહેવા મુજબ હોમગાર્ડ લાંચ સ્વીકારતા ACBના છટકામાં ઝડપાયો હતો. વલસાડ ACBની ટીમે વાપી GIDC પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ ACBની ટીમે લાંચના ગુનામાં હાલ વાપી GIDCના હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ રણજિતભાઈ ડોડીયાની ધરપકડ કરી હતી અને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ એમ.પી.પુરોહિતે આરોપી સાગર રણજીતભાઇ ડોડીયાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500