Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂની બોટલો મળી આવી, કાર ચાલક ફરાર

  • June 03, 2022 

વલસાડનાં ડુંગરીનાં દાંડી ગામમાં રામજી મંદિર પાસે પોલીસે વાહન ચેકીંગ કરી રહી હતી. તે સમયે ડુંગરી પોલીસનું વાહન ચેકીંગ જોઈને એક કારનો ચાલક કાર મૂકી ભાગ્યો હતો. જેથી ડુંગરી પોલીસે કારમાં ચેક કરતા કારમાંથી 300 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, ડુંગરી પોલીસ મથકે કાર અને દારૂનો જથ્થો કબ્જે લઈ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં ડુંગરી પોલીસની ટીમે પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધર્યું હતું.




તે દરમિયાન ડુંગરી પોલીસ હદ વિસ્તારમાં દાંડી ગામમાં આવેલા રામજી મંદિર પાસે મુખ્ય રોડ ઉપર પોલીસ જવાનોએ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દરિયા કિનારા તરફથી આવતી એક કાર નંબર જીજે/15/કે/432નાં ચાલકે પોલીસનું વાહન ચેકિંગ જોઈને વાહન ચેકીંગ કરતા પોલીસ જવાનોથી થોડે દૂર પોતાની કાર મૂકી ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસ જવાનોને કાર ચાલક ઉપર શંકા ગઈ હતી. જેથી પોલીસ જવાનો કાર પાસે દોડી આવી કાર ચાલકનો પીછો કરવા છતાં કાર ચાલક હાથ લાગ્યો ન હતો. ત્યારબાદ પોલીસની ટીમે કારમાં ચેક કરતાં કારમાંથી 300 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, ડુંગરી પોલીસ ટીમે 300 બોટલ દારૂનો જથ્થો અને કાર કબજે લઇ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application