ઉમરગામનાં ધુમસા કાકરીયા વિસ્તારમાં આવેલી સિટીઝન કંપનીની સામે જર્જરિત મકાનમાં 6 ગૌ વંશોને બાંધી રાખેલા હોવાની બાતમીના આધારે ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચેક કરતાં 6 જેટલા ગૌ વંશને કતલખાને લઈ જતા અટકાવાયા હતા. જોકે ગૌ તસ્કરી સાથે સંકળાયેલા ઇસમની ઉમરગામ પોલીસે અટકાયત કરી હતી.
ઉમરગામ પોલીસે આરોપી વિરૂદ્ધ ગૌ તસ્કરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઉમરગામ પોલીસનાં PIને મળેલી બાતમીનાં આધારે ધીમસા કાકરીયા વિસ્તારમાં આવેલી સિટીઝન કંપની સામે એક ખંડેર મકાનમાં કતલખાને લઈ જવાના ઇરાદે કેટલાક ગૌ વંશોને બાંધીને છુપાવેલા હોવાની બાતમી ઉમરગામ પોલીસના PIને મળી હતી.
જે બાતમીનાં આધારે ઉમરગામ પોલીસની ટીમે બાતમીવાળા વિસ્તારમાં ચેક કરતાં એક ખંડેર મકાનમાંથી 6 જેટલા ગૌ વંશો મળી આવ્યા હતા. ગૌ વંશને માટે પીવા માટે પાણી કે ઘાસચારો તેમજ જરૂરિયાતની વસ્તુઓની સગવડો કરવામાં આવી નહોતી. ગૌ વંશો ભૂખ્યા-તરસ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
જયારે અગ્નિ વીર ગૌ રક્ષક ટીમની મદદ મેળવી ગૌ વંશને નજીકના પાંજરા પોળમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ જર્જરિત મકાન અને આજુબાજુનાં વિસ્તારમાં ચેક કરતાં આ ગૌ વંશને લાવનારા ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. ઉમરગામ પોલીસની ટીમે તસ્કરી સાથે સંકળાયેલા ઝાખીર રસુલ શેખની ધરપકડ કરી ઉમરગામ પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500