Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઇવે ક્રોસ કરી રહેલ વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતાં મોત, CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી

  • December 17, 2022 

ઉમરગામ તાલુકાનાં તલવાડા નજીક હાઇવે ક્રોસ કરી રહેલા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો. જેથી વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે આ ઘટનાની જાણ રાહદારીઓએ ભીલાડ પોલીસની ટીમને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ લાશનો કબ્જો લઈને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટના સ્થળની આજુબાજુનાં CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાનાં તલવાડા હાઇવે ઉપર ગત તા.15મી ડિસેમ્બરની મોડી રાત્રે 61 વર્ષીય દિવાર વાડકરને હાઇવે ક્રોસ કરી રહ્યા હતા.




તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે રાહદારી દીવારભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ ભાગી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ મદદ અર્થે દોડી આવ્યાં હતા, જોકે, અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓએ તાત્કાલિક બનાવ અંગે ભીલાડ પોલીસને જાણ કરી હતી. ભીલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરાવાની તજવીજ હાથ ધરી હતી. ભીલાડ પોલીસે ઘટના સ્થળની જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી તેમજ અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application