વલસાડનાં પારડી તાલુકાનાં ઓરવાડ ગામે અંબિકા શો મિલની બાજુમાં રહેતા અને ઉદવાડા ઓરવાડ ખાતે ખેતીવાડી બજાર સમિતિની કેરી માર્કેટમાં વેપાર કરતાં કાંતિભાઈ મોહનભાઈ ભંડારી (ઉ.વ.59) જેઓ વહેલી સવારે ચારેક વાગ્યે ચાલવા જાવ છું કહી ઘરેથી નીકળ્યા હતા. જે બાદ તેવો જલ્દી પરત ન આવતા તેમનો પુત્ર કેવિન તેમનો કાકાનો દીકરો તેજશ સાથે ફળિયામાં શોધવા નીકળ્યા હતા.
તે દરમિયાન તેવો હાઇવે બાજુ આવતા મોતીવાડા હાઇવેના બ્રિજને અડીને આવેલી આંબા વાડીમાં લોકો ભેગા થયેલા જોય તેવો જોવા જતાં ત્યાં વાડીમાં આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી કાંતિભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેવોએ તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે પારડી મહેતા હોસ્પિટલ લઈ જતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે પારડી પોલીસને જાણ કરાતાં પારડી પોલીસે પારડી CHC હોસ્પિટલ ખાતે પહોચી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મૃતકના ખિસ્સા મળી આવેલી એક ચિઠ્ઠી આધારે તેમણે રોકેલા નાણાં અને ઉઘરાણી ફસી જતાં તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યા હોવાનું જાણવા મળેલ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500