Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરી કરેલ દાગીના વેચવા નીકળેલ બે યુવકો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • March 06, 2023 

દમણનાં ડાભેલ ખાતે રહેતા મામાના ઘરેથી યુવકે દાગીનાની ચોરી કરી પારડીમાં ફોઇના છોકરા સાથે વેચવા જતા પોલીસના હાથે ઝડપાયો હતો. આમ, પોલીસે મંગળસુત્ર, કડુ, વિંટી અને 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 3.11 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પારડી પોલીસનાં પી.આઇ.નાં માર્ગદર્શન હેઠળ તેમની ટીમ શનિવારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ.ને બાતમી મળી હતી કે, બે યુવકો ચોરીના દાગીનાં ઓરવાડ વિસ્તારમાં સોના-ચાંદીની દુકાન ઉપર મોપેડ લઇને વેચવા જઇ રહ્યા છે.








જેથી પોલીસે વોચ ગોઠવતા બંને ઇસમો એકટીવા નંબર MH/02/EV/1775 લઇને આવતા બંનેને અટકાવી પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ આકાશ હરેશ પટેલ (રહે.કિકરલા ગામ, ગ્રીનસીટી રોહાઉસ નં-40, પારડી, મુળ રહે. વિલેપાર્લે, વેસ્ટ અંધેરી, મુંબઇ) અને પાછળ બેસેલા યુવકે પોતાનું નામ ફોરમ કાન્તી નગીન પટેલ (રહે.કલસર ગામ, પટેલ ફળિયા પારડી)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંનેની અંગઝડતી કરતા આકાશના ખિસ્સામાંથી એક થેલીમાં સોનાનું કડુ જેનું વજન 18.76 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,08,808/- અને સોનાનું મંગળસુત્ર વજન 23.920 અને કાળા મળકાનું વજન 18.000 જેની કિંમત રૂપિયા 1,04,000 હતી.









તેમજ સોનાની ડાયમંડવાળી વિંટી વજન 2.37 ગ્રામ જેની કિંમત રૂપિયા 8,295/- થાય છે. આમ, કુલ 39.13 ગ્રામ દાગીના જેની કિંમત રૂપિયા 2,21,103/- તથા એક્ટીવા અને 2 નંગ ફોન મળી પોલીસે રૂપિયા 3,11,103/-નો મુદ્દામાલ કબ્જે લઇ બંને આરોપીની પૂછપરછ કરતા આકાશે જણાવેલ કે, એક અઠવાડિયા પહેલા દમણ ડાભેલ ખાતે હાટિયાવાડમાં રહેતા પોતાના કુટુંબી મામા જીતેશભાઇ રમેશભાઇ કો.પટેલના ઘરમાંથી આ દાગીનાની ચોરી કરી ફોઇના છોકરા ફોરમ સાથે તેને વેચવા માટે બંને નીકળ્યા હતા જેની જાણ દમણ પોલીસને કરાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application