ઉમરગામમાં બે સ્થળે ગળે ચપ્પુ બતાવી અને પિસ્તોલ બતાવી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે 5 પૈકી 4 આરોપીની જે તે સમયે ધરપકડ કરી હતી. આ કેસમાં વોન્ટેડ મહારાષ્ટ્રનો આરોપી એસ.ઓ.જી.ના હાથે ઉમરગામથી જ 7 વર્ષ બાદ ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઇ છે. જિલ્લા એસ.પી.એ વલસાડ જિલ્લાના એટીએસ ચાર્ટરના ગુના તેમજ ગેઝેટ વાળા વોન્ટેડ આરોપીને પકડવા સુતના આપતા ઇન્ચાર્જ એસ.ઓ.જી., પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા.
તે દરમિયાન મળેલ બાતમીના આધારે આરોપી નિકેશ ઉર્ફે ટાઇગર દાજી વાડીયા (રહે.અનાવીર ઠાકરપાડા, તા.તલાસરી,જિ.પાલઘર) હાલ ઉમરગામ સંજાણ આમગાંવ રોડ પર ઉભેલ હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરતા અંગઝડતીમાંથી લાકડાની ગીલોલ તથા 9 ગોળ પથ્થર, ફોન, આધાર કાર્ડ કબજે લઇ વધુ તપાસ ઉમરગામ પોલીસને સોંપાઇ હતી. આરોપીએ તેના સાગરીતો સાથે મળી વર્ષ 2016માં ઉમરગામનાં બે વિસ્તારમાં લૂંટ ચલાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500