દાદરા નગર હવેલીનાં સામરવરણી ગામે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘુસી ડોક્ટર સાથે દુષ્કૃત્યનો પ્રયાસ કરનાર આરોપી વિરુદ્ધ ડોકટરે ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવીટી એક્ટ 1985 મુજબ કાર્યવાહી કરવા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે જેમના જણાવ્યા અનુસાર, મહિલા તબીબ જેઓ સામરવરણી ગામે એક ખાનગી હોસ્પિટલ ચલાવે છે જેમાં ગત તા.11ફેબ્રુઆરીનાં રોજ સાંજે 6:30 વાગ્યાનાં સુમારે આરોપી અક્ષય નયન રાઠોડ આવ્યો હતો અને જણાવેલ કે મને સેક્સ કરતી વખતે દુખાવો થાય છે.
મહિલા તબીબે અક્ષયનુ બીપી અને નાડી ચેક કરી બાદમાં એન્ટી બાયોટિક અને એન્ટી એસિડ દવા લખી આપી હતી અને જણાવ્યુ હતું કે, બાજુમાં આવેલ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને મને બતાવી જશો ત્યારબાદ આરોપી બહાર નીકળી ગયો હતો અને એણે બહાર બેઠેલ એટેન્ડેન્ટને ડોક્ટર બોલાવે છે એમ જણાવ્યુ હતું એટેન્ડેન્ટ અંદર આવી તો આરોપી ક્લિનિકના દરવાજા પાસે ઉભો રહી ગયો અને એની ટ્રેક પેન્ટમાથી બંદૂક કાઢી અને અટેન્ડેન્ટ અને ડોક્ટરને બહાર ના જવાની ધમકી આપી અને જો અવાજ કરશો તો ગોળી મારી દઈશ એમ જણાવ્યુ હતું અને દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
તે સમયે એની નજર ચુકતા ડોક્ટર અને અટેન્ડન્ટ દરવાજાની બહાર નીકળી બાજુમાં આવેલ મેડિકલ સ્ટોર આગળ ઉભી રહી બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા જેથી લોકોનુ ટોળુ ભેગુ થઇ ગયુ હતું જે જોતા આરોપી અક્ષય પોતાની મોપેડ લઈને સેલવાસ તરફ ભાગી ગયો હતો આ આરોપીને કોઈપણ કાનૂન વ્યવસ્થાનો ડર કે એક વ્યસ્ત વિસ્તારમાં દિવસના સમયે બંદૂકનો ઉપયોગ કર્યો હતો જે મહિલાઓ અને સમાજની સુરક્ષા માટે હાનિકારક છે.
આ આરોપી વિરુદ્ધ વર્ષ 2021માં સગીર છોકરી સાથે દુષ્કર્મ કરવા અને એને બ્લેકમેઇલ કરવા માટે એનો અશ્લીલ વિડીયો અને ફોટો બનાવવાનો પણ આરોપ છે. જેથી અક્ષય નયન રાઠોડ ઉર્ફે અક્ષય માહ્યાવંશી વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવીટી એક્ટ 1985મુજબ કાર્યવાહી કરવા માટે કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે અને જણાવેલ કે મહિલાઓની સુરક્ષા માટે જરૂરી છે. પોલીસ વિભાગ દ્વારા આરોપીને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500