વલસાડ અતુલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં એક યુવક દોઢ વરસ બાળકીનું અપહરણ કરીને ભાગવા જતા પરિવાર અને પોલીસે અપહરણ કરનારને અતુલ રેલવે સ્ટેશન પરથી બાળકી સાથે ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ નજીકના અતુલ રેલવે સ્ટેશન પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા સિમરન (નામ બદલેલ છે) મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે એમને દોઢ વર્ષની સગીર વયની છોકરી છે.
જોકે સાંજે સિમરન એમને દોઢ વર્ષની બાળકી સાથે પોતાની ઝુપડપટ્ટીમાં જમીને સુઈ ગયા હતા ત્યારે વાપી ડુંગરા ડુંગરી ફળિયામાં રહેતા મુળ યુપીના સોનું રામનિવાસ ગૌસ્વામી દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને ભાગી છૂટ્યો હતો. જેથી સિમરન જાગી જતાં તેમને દોઢ વર્ષની બાળકી ન દેખાતા પોતાના વિસ્તારમાં પોતાની બાળકીને શોધખોળ કરી હતી પણ ન મળતા ન છૂટકે તેઓએ વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી.
જેથી સ્થાનિક લોકો અને પડાવમાં ઊંઘતા મજૂરોને ઘટનાની જાણ થતાં તમામ મજૂરો અને રૂરલ પોલીસની ટીમે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન અતુલ રેલવે સ્ટેશન ખાતે બાળક ચોરી જતો સોનું નામનો ઈસમ બાળકી સાથે મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ બાળક ચોરને ઝડપી મેથીપાક આપ્યો હતો અને બાળક ચોરને વલસાડ રૂરલ પોલીસની ટીમને કબ્જો સોંપ્યો હતો.
વલસાડ રૂરલ પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ અપહરણ કરનાર સોનુને અતુલ રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડયો હતો અને બાળકીને મુક્ત કરાવી હતી જે અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ હતી. જયારે બાળકનું અપહરણ કરનાર આરોપી સોનુ ગૌસ્વામીને થયેલી ઇજાઓને લઈને પોલીસ કસ્ટડી હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સારવાર પૂર્ણ થયા બાદ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500