વલસાડનાં અતુલ હાઈવે નંબર-48 ઉપર મુંબઈથી સુરત જતા હાઇવે ઉપર આવેલા મહાદેવ ઢાબાની સામેં ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફસાયેલા ચાર લોકોને બે કલાકની મહેનત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે, ડમ્પરનાં પાછળનાં ભાગે આઇસર ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો. જોકે આ અકસ્માતમાં આઇસર ટેમ્પોમાં બેસેલા ચાર જેટલા લોકો કેબીનમાં ફસાયા હતા. જેઓને આજુબાજુના સ્થાનિક લોકો અને હાઇવે ઉપરથી પસાર થતા રાહદરીઓ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
જયારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા વલસાડ રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો અને ફસાયેલા લોકોને સ્થાનિકો અને રાહદરીઓની મદદથી બહાર કાઢી એબ્યુલ્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે સર્જાયેલા આ અકસ્માતમાં એક યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500