Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી

  • June 12, 2022 

પારડી તાલુકાનાં ઉદવાડા સ્ટેશનથી ઉદવાડા ગામને જોડતાં માર્ગ ઉપર કિકરલા ગામે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ઉભેલી બસને ઓવર ટેક કરવાની લાહ્યમાં પાછળથી આવતી એસટી બસનાં ચાલકે ટ્રકને સામસામે ઠોકી દેતાં અકસ્માત સર્જાયો હતો.



જયારે એસટી બસ નંબર જીજે/18/ઝેડ/6593 નવસારીથી દમણ તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક નંબર  જીજે/15/ઝેડ/0955 દમણથી પારડી તરફ જઈ રહી હતી. તે દરમિયાન બસ ચાલકે ઓવરટેક કરતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application