વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસનાં ડોકમરડી વિસ્તારમાં ખાનગી કંપનીનાં શ્રમિકોને ઘરે લઈ જતી લકઝરી બસ પલટી મારી ગઈ હતી. જોકે રસ્તો ખોદીને કરવામાં આવતી કામગીરીને લઈને બસ પલ્ટી હતી, જેમાં 5થી વધુ કામદારોને ઈજા પહોંચી હતી. જોકે આ અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક અકસ્માતમાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યાં હતા.
જયારે સ્થાનિક લોકોએ ચેક કરતા બસમાં 15 લોકો સવાર હતા. જેમાંથી 5 કામદારોને વધુ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108ની મદદથી સેલવાસની સિવિલ હોસ્પિટલમા લઈ જવામા આવ્યાં હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દાદરા નગર હવેલીના સેલવાસમાં મજૂરોને ભરીને લઈ જતી મીની બસ નંબર DN/09/M/9414 ડોકમરડી અક્ષર સ્કૂલ નજીક રસ્તાના સાઈડ પર કરેલા ખોદકામના કારણે પલ્ટી ગઈ હતી.
જેમાં સવાર 15 કામદારો પૈકી 5થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જયારે ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500