પારડી તાલુકાનાં ધગડમાળ ગામે નિશાળ ફળીયા ખાતે રહેતી અને ઉદવાડા ખાતે લેબોરેટરીમાં નોકરી કરતી નિકિતાબેન દિલીપભાઈ પટેલ (ઉ.વ.19) નાએ પોતાના ધરના છતના લાકડા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની વિગત એવી છે કે, ગતરોજ સવારે સાડા પાંચેક વાગ્યે પરિવારને ઘરમાં નિકિતા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી. જોકે પરિવારે તાત્કાલીક નીચે ઉતારી નજીકમાં રહેતા ડોક્ટરને બોલાવ્યા હતા જેથી નિકિતાને તપાસી મૃત જાહેર કરી હતી.
જયારે નિકિતા તેમની માતા અને ભાઈ સાથે રહેતી હતી. જેના પિતા દિલીપભાઈ છેલ્લા ચાર માસ અગાઉ જ પરિવારના સારા ભરણ પોષણ માટે વિદેશ ગયા હતા. જ્યાં દીકરીના મોતના સમાચારની જાણ કરતા પિતા વિદેશમાં પડી ભાંગ્યા હતા અને જાણવા મળેલી વિગત મુજબ પિતા વિદેશ દીકરીનાં અંતિમ દર્શન માટે પણ આવી ન શકતા પરિવાર ભારે દુઃખ વેઠવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application