વલસાડનાં અબ્રામા ખાતે આવેલી ઇલેક્ટ્રોનિક શો રૂમમાં નોકરી કરી બાઈક લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ગુંદલાવ નજીક ફલાહ હોટલ સામે ટ્રકે અડફેટે લીધો હતો. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડનાં અબ્રામા ખાતે ગુજરાત ઇલેક્ટ્રીક શોપમાં નોકરી કરતો ભાવિન ધીરુભાઈ પટેલ (ઉ.વ.30) નોકરી ઉપરથી પોતાની બાઈક લઈ પરત ઘરે જઈ રહ્યા હતા.
તે દરમિયાન વલસાડ હાઇવે ઉપર ગુંદલાવની ફલાહ હોટલ સામે એક ટ્રકનાં ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી ભાવિનની બાઇકને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ ભાવિનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વલસાડ રૂલર પોલીસને બનાવની જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application