Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતાં બાઇક પર સવાર એન્જીનીયર યુવકનું મોત

  • June 27, 2022 

નાનાપોંઢાથી કપરાડા તરફ જતા નેશનલ હાઈવે ઉપર તિસ્કરી જંગલ ગામનાં યુવકને ટ્રક અડફેટમાં લેતા તેના મોઢાનાં ભાગનું જડબું તૂટી ગયું હતું અને માથાનાં ભાગે પણ ગંભીર ઈજા થતા ચાલકનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, કપરાડા તાલુકાનાં તિસ્કરી જંગલ ગામના કસારપાડા ફળિયામાં રહેતા બુધિયાભાઈ સંતિયાભાઈ કાળાને પરિવારમાં ત્રણ પુત્રો હતા.



જેમાં સૌથી મોટો નિતેશભાઈ બુધિયાભાઈ કાળાત (ઉ.વ.25) બીજો નિલેશ (ઉ.વ.22) અને ત્રીજો યોગેશ (ઉ.વ.21) જેઓ અભ્યાસ કરે છે. પરંતુ ઘરમાં સૌથી હોશિયાર અને મહેનતુ નિતેશ વડોદરા ખાતે એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કરીને વાંસદાના માંડવખડક ખાતે અગરબત્તીની કંપની ચલાવતો હતો.



જયારે શનિવારે 4.30 થી 5.00 કલાકની આસપાસ નિતેશ ધરમપુરથી કપરાડા તરફ પોતાના ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે જોગવેલ ત્રણ રસ્તા પાસે ટ્રક નંબર GJ/06/ZZ/3452નાં ચાલકે તેની બાઈક નંબર GJ/15/BG/2563 ને અડફેટમાં લેતા ચાલક નિતેશભાઈનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application