Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નદી કિનારેથી દસ ફૂટ લાંબો અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું

  • November 14, 2022 

વાપી દમણગંગા નદી કિનારે આવેલ રામદેવ ધાબા પાસેથી 10 ફૂટ લાંબો અને 25 કિલો વજન ધરાવતો અજગર રેસ્કયું કરવામાં આવ્યો હતો. જોકે શનિવારનાં રોજ રાત્રે દસ વાગે રેસ્ક્યુ ટીમનાં વર્ધમાન શાહને કોલ આવ્યો કે, એક ખૂબ જ મોટો સાંપ દમણગંગા નદી કિનારે આવેલ રામદેવ ધાબા હોટેલ પાસે આવી ચઢેલ છે. જેને જોવા લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે.



જયારે સાપ હાઇવેની એકદમ નજીક હોવાથી રોડ ઉપર ચઢતા અકસ્માત થવાની સંભાવના બની શકે છે. વર્ધમાન શાહ દ્વારા સ્થળે પહોંચી જોતા આશરે 10 ફૂટ લાંબો અને 25 કિલો વજન ધરાવતો અજગરને સુનીલ પટેલ અને અન્ય લોકો સાથે મળી રેસ્ક્યુ કરી લેવાયો હતો. વિશાળકાય અજગરને જોવા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ વનવિભાગને કરી નજીકના વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application