દાદરા નગર હવેલીને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા જંગલોમાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળી હતી. જેથી વન વિભાગ દ્વારા ચેક કરતા નાનાપોઢા ગામનો એક ઇસમને રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરી લઈ જતા ઝડપી પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર આરોપીની ધરપકડ કરવામા આવી છે. વનવિભાગના ફોરેસ્ટ ટીમ પેટ્રોલિંગ દરમિયાન જંગલમા હલચલ જોતા તપાસ કરતા એક ઈસમ મરેલા મોર સાથે જોવા મળ્યો હતો. જેને ગલોન્ડા ફોરેસ્ટમા ફોરેસ્ટરએ આરોપી નિલેશ જાદવ (રહે. કપરાડા) જે એના કોઈ સગાને ત્યા રોકાયો હતો અને અહી જંગલમા ગિલોડ વડે મોરનો શિકાર કર્યો હતો.
જેની વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 સેક્સન 9 મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આરોપીને RFOએ કોર્ટમા રજુ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર શિડયુલ વનમા આવતુ હોવાને કારણે ગુનાની સજા 3 વર્ષ કે તેથી વધુ, હાલમા આરોપીને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડી આપવામા આવ્યા છે. વનવિભાગ દ્વારા મોરનુ પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500