પારડી ચંદ્રપુર નેશનલ હાઇવે નંબર-48 પર ગતરોજ મળસ્કે એક કોલસા ભરેલું ડમ્પર નંબર GJ/16/AU/9975 પુરઝડપે સુરત તરફથી વાપી આવી રહ્યું હતું. ત્યારે તેના ચાલક હરશેન્દ્રસિંહ તખ્તસિંહ પાકજા (રહે.સુલતાનપુર) નાએ કોઈ કારણસર ચંદ્રપૂર આ.ટી.આઈ. સામે કાબુ ગુમાવતા ડમ્પર હાઇવેનો ડિવાઇડર કૂદી સામેનાં ટ્રેક પર ધસી ગયું હતું અને સામે ટ્રેકથી સુરત તરફ જતું કન્ટેનર નંબર RJ/18/GB/1519 સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનો સર્વિસ રોડ તરફ જતા રહ્યા હતા.
જયારે આ અકસ્માતમાં ડમ્પર ચાલક ઘવાઈ જતા તેને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે કન્ટેનર ચાલક શોકીન ઇદુખાન મેવ (રહે.રાજેસ્થાન, જિ.અલવર, તીજારા, તજલકા ગામ) નાને કેબિનમાં ગંભીર ઇજા સાથે ફસાયેલો હોવાથી પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
જોકે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ ચાલક દબાયેલો જોઈ એકલા હાથે કોન્સ્ટેબલએ પ્રયત્નો કર્યા હતા અને વરસાદ વચ્ચે અને એ પણ અંધારામાં કન્ટેનરમાં કેટલી વાર ચઢી ઉતરી ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500