નાનાપોંઢા વન વિભાગની ટીમે મોટી વહિયાળ ગામનાં નદીપાડા ફળિયામાંથી રૂપિયા 2.90 લાખની કિંમતનો બિનવારસી સાગી લાકડાનાં ચોરસા કબ્જે લઇ આ જથ્થો કોનો છે તેની તપાસ હાથ ધરી હતી. જોકે SOGની ટીમે નદીપાડા ફળિયાના જ રહીશને ટેમ્પોમાં ગેરકાયદે સાગના લાકડા સાથે પકડી વધુ તપાસ વાપી ફોરેસ્ટ વિભાગને સોંપી હતી. મળતી માહિતી અનુસાર, નાનાપોંઢા વન વિભાગનાં અધિકારીને મળેલી બાતમીનાં આધારે ગુરૂવારે તેઓ તેમની ટીમ સાથે મોટી વહિયાળ ગામનાં નદીપાડા ફળિયા ખાતે છાપો મારતા એક ખુલ્લી જગ્યામાંથી રૂપિયા 2.90 લાખની કિંમતનો સાગનાં ચોરસા તથા પાટિયાનો જથ્થો મળી આવ્યો હતો.
જયારે વન વિભાગે તમામ મુદ્દામાલ કબ્જે લઇ નાનાપોંઢા રેન્જ ડેપો ખાતે જમા કરી સાગી લાકડાનો જથ્થો કોણે સંગ્રહ કર્યો હતો અને આ જથ્થો ક્યાંથી લવાયો હતો તેની તપાસ હાથ ધરાઇ છે. બે દિવસ અગાઉ જ SOGની ટીમે કોપરલી વિસ્તારથી મોટી વહિયાળનાં નદીપાડા ફળિયામાં રહેતો આરોપી સંજયકુમાર જયંતિલાલને પિકઅપ ટેમ્પોમાં ગેરકાયદે સાગી લાકડા સાથે પકડી વાપી ફોરેસ્ટ વિભાગને તપાસ સોંપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application