વલસાડનાં કપરાડા તાલુકામાં રહેતા અને વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકનાં બંધ ઘરમાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે પાડોશીઓ આ ઘટના અંગે શિક્ષકને જાણ કરતા શિક્ષકે તાત્કાલિક કપરાડા આવી ઘરમાં ચેક કરતા લોખંડનાં કબાટમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.31 લાખની તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. કપરાડા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વલસાડનાં કપરાડા તાલુકાનાં ધોધડકુવા ગામે નિશાળ ફળિયામાં રહેતા અમ્રતભાઈ પરસોતભાઈ પટેલ, કે જેવો શિક્ષક તરીકે વડોદરા ખાતે નોકરી કરે છે.
તેમજ રજાઓના સમયમાં પોતાના ગામ ધોધડકુવા ખાતે વારે તહેવારે સમય ગાળવા આવતા હોય છે, પરંતુ ગત તારીખ 10નાં રોજ તેઓના બંધ ઘરના મકાનનું તાળું તોડી કોઈક ચોરએ ઘરમાં રાખેલા કબાટમાંથી દોડ તોલાનું સોનું, કે જેની કિંમત રૂપિયા 35,000/- હજાર, ગળામાં પહેરવાનો સોનાનો સેટ બે તોલાનો જેની 45,000/- હજાર, મંગળસૂત્ર 50,000/- અને ચાંદીના સાંકલા 1,000/- મળી રૂપિયા 1,31,000/-ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કોઈ ચોર ઈસમ કરી ગયો હોવાનું તેમના ભત્રીજા ને ઘરે પહોંચી તાળો તૂટેલું જોતા ખબર પડી, અને તે બાદ તેમણે પોતાના કાકા અમૃતભાઈને ફોન ઉપર જાણ કર્યા બાદ તેમણે આ સમગ્ર બાબતે નાનાપોંઢા પોલીસ મથક ખાતે ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500