વલસાડ શહેરનાં શાકભાજી માર્કેટ ખાતે દૂધ વિક્રેતાની મોપેડમાં મુકેલા રૂપિયા 1.12 લાખની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. જયારે આ દૂધ વિક્રેતા મોપેડ માંથી પર્સમાં મુકેલા રૂપિયા લેવા જતા મોપેડની ડિકીમાં મુકેલું પર્સ ખાલી જોવા મળ્યું હતું જેથી મોપેડ પાર્ક કરેલી જગ્યાએ લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા મોપેડની ડિકી ખોલ્યા વગર સીટ નીચેથી પર્સમાંથી રૂપિયા 1.12 લાખ સેરવી લીધા હતા. બનાવ અંગે દૂધ વિક્રેતાએ અજાણ્યા ચોર સામે ચોરીની ફરિયાદ નોંધવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ શહેરનાં શાકભાજી માર્કેટ ખાતે ગત તા.27 જૂનની વહેલી સવારે એક દૂધના વેપારીએ તેમની મોપેડ નંબર GJ/15/DM/7970 નાની ડિકીમાં રૂપિયા ભરેલી બેગ મૂકી મોપેડ તેમની દુકાનની સામે આવેલી રમકડાંની દુકાન બહાર મૂકી પોતાના દુધના વેપારમાં વ્યસ્થ થઈ ગયા હતા. તે દરમિયાન વેપારીની નજર ચૂકવી કોઈ અજાણ્યા ચોર ઇસમે મોપેડની ડિકીમાં મુકેલા રૂપિયા 1.12 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી.
જયારે મોપેડની ડિકી ખોલ્યા વગર સીટ નીચેથી ડિકીમાં હાથ નાખી ડિકીમાં મૂકેલા પર્સની ચેન ખોલી પર્સમાં મુકેલા રૂપિયા 1.12 લાખ રૂપિયાની ચોરી કરી ગયો હતો અને દુધ વિક્રેતા જયેશ યાદવે વલસાડ સીટી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ રૂપિયા 1.12 લાખ રોકડાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડ સીટી પોલીસે દુકાન બહારના CCTV ફૂટેજ મેળવી ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500