વાપી તેમજ ભીલાડમાં કારનો કાચ તોડીને લેપટોપ તેમજ રૂપિયાની ચોરી કરી ફરાર થનારી ગેંગનો એક સગીર આરોપી એસ.ઓ.જી.નાં હાથે ઝડપાયો હતો. જયારે પોલીસે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અગાઉ પકડાયેલા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા જિલ્લા SP દ્વારા આપેલ સુચનાનાં આધારે પોલીસ સ્ટાફ વાપી ટાઉનમાં તપાસમાં ફરી રહ્યા હતા.
તે દરમિયાન વાપીથી કારનો કાચ તોડી સામાનની ચોરી કરનારા આરોપીઓને પકડવા CCTVની ચકાસણી કરતા તેમાં કેદ એક બાળકિશોર બલીઠા હાઇવે ઉપર શંકાસ્પદ થેલાઓ સાથે દેખાતા તેની પૂછપરછ હાથ ધરાઇ હતી. તેણે વાપી, ભીલાડમાં કારનો કાચ તોડી ચોરી સંબંધે દાખલ થયેલ ત્રણ ગુનાની કબૂલાત કરી છે.
જોકે આરોપી સગીર તેના સંબંધી સુબ્રમનીયમ સુકૈયા ઉર્ફે સુંગૈયા નાયડુ, વેંકેટેસ અને સંજય રજની નાયડુ (તમામ રહે.પાલીગામ, સુરત) નાઓ સાથે મળી કારનો કાચ તોડી ચોરીનો અંજામ આપતો હતો તેમજ આરોપીઓ એકબીજાનાં સગા થયા હોય તેઓ પાર્ક કરેલ કારમાં લેપટોપ કે કિંમતી સરસામાન પડેલ હોવાનું ધ્યાને આવતા તમામ આરોપીઓ કારની આજુ-બાજુ ગોઠવાઇ જતા હતા. ત્યારબાદ સગીર આરોપી કારનો કાચ તોડી સામાનની ચોરી કરી લેતો હતો. આરોપી સગીર પાસેથી પુમા કંપનીના ચશ્મા નંગ 60 જેની કિંમત રૂપિયા 1.40 લાખ તથા 2 લેપટોપ અને 6 ફોન જેની કિંમત રૂપિયા 31,500/- કબ્જે કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500