Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીનાં પોણીયા ગામે પરિણીત યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ આપઘાત કરતા પથકમાં શોકની લાગણી પ્રસરી

  • June 26, 2023 

પારડીના પોણીયા ગામના પરિણીત યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મળતી માહિતી મુજબ, પારડીના પોણીયા ગામે સ્કૂલ ફળિયામાં રહેતો અને કલસર ગામે જેકશન કંપનીમાં નોકરી કરતા કેતન જશુભાઈ પટેલ (ઉ.વ.39)ની પત્ની બે દિવસ અગાઉ તેની બે વર્ષીય દીકરીને લઈ પિયર ગઈ હતી. ત્યારબાદ તેઓ ગત શુક્રવારે ઘરે આવી હતી. જયારે બીજી તરફ કેતન સવારથી ઘર બહાર પોતાની બાઇક લઈ નીકળ્યા બાદ સાંજે નાઈટ શીપમાં નોકરી જવાના સમયે પણ ઘરે આવ્યો ન હતો.



જેથી પત્નીએ તેના દિયર લતેશને ફોન કરી જણાવતા લતેશના કાકાનો દીકરો કૌશિક સાથે આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરતા તેની બાઇક પોણીયા ગંગાજી રોડ નવા ફળિયા રોડની બાજુમાંથી મળી આવતા બાજુમાં આવેલી નગીન આહીરની વાડીમાં શોધખોળ કરતાં કેતન આંબા વાડીમાં ઝાડની ડાળી સાથે નાઇલોન દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફળિયાના અન્ય લોકો સ્થળ પર ધસી આવ્યા હતા. પારડી પોલીસને જાણ કરવામાં પોલીસ ઘટના સ્થળે પહોચી મૃત દેહનનો કબજો લઇ પી.એમ માટે મોકલ્યો હતો. આપઘાતનું કારણ જાણી શકાયું નથી. જોકે સ્વભાવે શાંત અને પ્રેમાળ કેતનના આપઘાતથી પોણીયા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application