Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાલુ ટ્રેને ચઢવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ જતાં ઈસમનું મોત

  • December 09, 2022 

વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગરીબ રથ એક્સપ્રેસ ટેનમાં પરિવાર સાથે યાત્રા કરી રહ્યાં હતા. વલસાડ રેલવે સ્ટેશનથી ચાલુ ટ્રેને ટ્રેનમાં બેસવા જતાં ઈસમ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાયો હતો. હેડ ઇંજરી થતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક વલસાડ GRPની ટીમને જાણ કરી હતી. વલસાડ GRPની ટીમે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં મહારાષ્ટ્રનાં થાણેમાં રહેતા સુભાષ રામનયન પાંડે તેમના પરિવાર સાથે મહારાષ્ટ્રથી સુતર તરફ તેમના પરિવાર સાથે જઈ રહ્યા હતા.




વલસાડ રેલવે સ્ટેશન ખાતે સુભાષ પાંડે કોઈ વસ્તુ લેવા સ્ટેશન ખાતે ઉતર્યા હશે અને સ્ટોલ ઉપરથી વસ્તુ લઈને પરત ફરે તે પહેલાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. સુભાષ પાંડે ચાલુ ટ્રેને ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ગળકાવ થઈ ગયા હતા અને માથામાં થયેલી ઇજાઓને લઈને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન પાછળ આવતી ટ્રેનનાં યાત્રીઓએ સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરી હતી. ઘટના અંગે વલસાડ સ્ટેશન માસ્તરે GRPની ટીમને ઘટનાની જાણ કરી હતી. ઘટના અંગે GRPની ટીમે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News