પારડી નેશનલ હાઇવે સ્થિત એક હોટલનાં કંપાઉન્ડમાં કન્ટેનર નંબર RJ/14/GN/1819નો ચાલક અલીભાઈ કન્ટેનર પાર્ક કરી આરામ કરી રહ્યો હતો. તે સમયે ગતરોજ વહેલી સવારે પાર્ક કરેલા કન્ટેનરનાં પાછળનાં ભાગે અચાનક ધુમાડાનાં ગોટે ગોટા બહાર નીકળતા દેખાતા હોટલનો સિક્યુરિટી ગાર્ડ ગભરાઈ ગયો હતો.
જોકે ટ્રક ચાલકને જાણ કરી હતી હોટલ સંચાલકે જણાવતા તેમણે પારડી ફાયર ટીમને જાણ કરી હતી. કન્ટેનરમાં વધુ આગ ફેલાય તો બાજુમાં પાર્ક વાહનોને નુકસાન થવાની સંભાવના હતી. જયારે કન્ટેનર હાઇવે સર્વિસ રોડ પર લઈ જવાયા બાદ પારડી ફાયર ટીમે પાણીનો મારો ચલાવ્યો તો આગ વધુ વકરવા માડી હતી.
જેથી કન્ટેનરમાં ચેક કરતા કેમિકલનાં પાવડરની ગુણીઓ હતી અને આ અંગે વાપી નોટિફાઇડ ફાયર ટીમને જાણ કરી ફોર્મનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું તેમજ આ ફોર્મ મારફતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગને કારણે હોટલ બહાર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500