વાપીનાં ડુંગરા વિસ્તારમાં પાડોશમાં રહેતા એક કિશોરે 19 વર્ષીય યુવતી સાથે એક પછી એક ચાર વખત દુષ્કર્મ કરતા પરિજનોએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વાપીનાં ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ રાતા નજીક એક પરિવારના સભ્યએ શુક્રવારનાં રોજ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં રહેતો એક કિશોર તેમની 19 વર્ષીય પુત્રી સાથે અવાર નવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.
જોકે છેલ્લા ઘણા સમયથી સમયનો લાભ લઇ અલગ અલગ જગ્યાએ કિશોરે ચાર વખત યુવતી સાથે દુષ્કર્મ કર્યા હોવાની જાણ પરિજનોને થઇ હતી. યુવતીએ બનાવ અંગે ઘરે જાણ કરતા પરિવારજનોએ પોલીસ મથકે પહોંચ્યા હતા અને દુષ્કર્મ કરનાર કિશોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીનું નિવેદન નોંધી મેડિકલ ચેકઅપ કરાવી ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application