વલસાડનાં ધોબી તળાવ ખાતે ત્રણ વર્ષ પહેલા મારામારીની અદાવતમાં પિતા પૂત્રને પાઇપ અને લાકડાથી મારમારી ઇજા પહોંચાડતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વલસાડનાં ધોબી તળાવ ખાતે રહેતા મજૂરી કામ કરતા સીનુ ચંન્દર્યા ભંડારીના છોકરા ગણેશ સાથે ત્રણ વર્ષ પહેલા સાગર પવાર નાઓ સાથે ઝધડો થયો હતો, જેની અદાવતમાં ફરિયાદી સીનુ ભંડારીનો છોકરો ગણેશ મહોલ્લામાં મામુ ચા વાળા પાસે ગયો હતો.
તે સમયે સાગર સંજય પવાર તથા શૈલેશ વાઘરીએ તેની સાથે ઝઘડો કરતા ગણેશનાં મોટાભાઇની દીકરી જ્યોતિને જાણ થતાં તે આવી ગણેશને ગાળો કેમ આપે છે તેવું કહેતાં જ્યોતિને શૈલેશ તમાચો મારી દીધો હતો. આ ઝઘડો થતાં ગણેશનાં પિતા અને માર મારનારના સગા પણ આવી પહોંચ્યા હતા. દરમિયાન સીનુનો છોકરો શીવો વચ્ચે પડતાં તેને પણ મારવા જતાં તેના પિતા સીનુભાઇએ છોડવવા જતાં તેમને લોખંડના પાઇપ અને લાકડાથી મારમારતા ઇજા પહોંચી હતી.
જોકે પિતાને બચાવવા ગણેશ વચ્ચે પડતાં પ્રહલાદ વાઘરી અને શૈલેશે ગણેશના માથામાં ઇજા પહોંચાડી હતી. આ મારામારીમાં પિતા અને બે પૂત્રોને ઇજા પહોંચતા સિવિલમાં દાખલ કરાયા હતા. આ મામલે 4 આરોપી સાગર સંજય પવાર, અશોક વાઘરી, પ્રહલાદ ઉર્ફ બલ્લો દેવજી વાઘરી અને શૈલેષ દેવજી વાઘરી વિરૂધ્ધ સીનુ ચંદ્રયાએ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500