વલસાડ જિલ્લાનાં અંતરીયાળ ગામોમાં અને શહેરનાં સ્લમ વિસ્તારમાં ગેરકાયદે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે આવો જ એક બોગસ ડોક્ટરને ધરમપુર પોલીસ અને PHCનાં અધિકારીઓએ ઝડપી પડી તેના ક્લિનિક માંથી 52 હજારની દવાનો જથ્થો કબ્જે લીધો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધરમપુરનાં PSI તથા સ્ટાફ તેમજ તુતરખેડ PHCનાં મેડિકલ ઓફિસર નાઓને મળેલ બાતમીનાં આધારે પંગારબારી ગામે જાદવ ફળિયામાં એક મકાનમાં ચાલતા દવાખાનામાં ગયા હતા. જ્યાં હાજર ઇસમે પૂછતાં પોતે ડોકટર હોવાનું જણાવ્યું હતુ.
જેથી મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણમાં રજૂ કરવા કહેતા તેણે કોઈ પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વિના ગેરકાયદે રીતે ડોકટરની પ્રેક્ટિસ ચલાવી જાહેર જનતાનાં આરોગ્ય સાથે ચેડા કરતા (મૂળ રહે.ડુડા,શિવની ગામ, મધ્યપ્રદેશ)નાં હાલ પંગારબારી જાદવ ફળિયાના ઉજ્જલ વીરેન્દ્ર મોહનની ધરપકડ કરી તેના દવાખાનામાંથી મળી આવેલી પ્રેક્ટિસ કરવા માટેની રૂપિયા 52,200/-ની મેડીસીનનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500