વલસાડનાં મોગરાવાડીમાં રહેતા એક 13 વર્ષીય બાળક છેલ્લા દોઢ માસથી ગુમ થતાં બાળકને ભારે શોધખોળ છતાં કોઇ પત્તો ન મળતાં પિતાએ તેના બાળકનું કોઇ અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મોગરાવાડી ઝોનમાં આવેલા કોટેશ્વર નગરમાં નિકીતા સ્ટ્રીટ ચાલીમાં રહેતા (મૂળ રાજપુર,આઝાદ નગર,થાના, કેસરિયા, જિલ્લા મોતીહારી, બિહાર) રવિભાઈ ભરતભાઇ શાહનો 13 વર્ષીય પૂત્ર ગત તા.7 એપ્રિલ 2022ના રોજ સાંજે 5 વાગ્યાથી દેખાયો ન હતો.
જેથી પરિવારજનોએ બાળકની આસપાસ અને મિત્રો તેમજ સગાસંબંધીઓમાં પૂછપરછ કરી શોધવાના પ્રયાસો કર્યા હતા તેમ છતાં બાળકનો છેલ્લા દોઢ માસથી કોઇ ભાડ મળી ન હતી તેથી છેવટે પિતા ભરતભાઇ મંગનીભાઇ શાહે પોલીસ મથકે તેમના દિકરો રવિ (ઉ.વ.13) નાનુ ગત તા.7 એપ્રિલ 2022ના રોજ સાંજે 5 વાગ્યે કોઇ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ બાળકની ઉંચાઇ 4.5 ફુટ, રંગે શ્યામ, પાતળો બાંધો, કાળા રંગનો ફુલ બાંયનો શર્ટ,જિન્સ પેન્ટ, ગળામા કાળો દોરો જેવી નિશાની પોલીસને આપી છે. આ બાળકની કોઇને ભાળ મળે તો વલસાડ સિટી પોલીસને જાણ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500