Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા 8 ઈસમો પોલીસ રેડમાં ઝડપાયા

  • August 01, 2022 

પારડી તાલુકાનાં ખડકી ગામે એપીકલ હોટલની બાજુમાં બ્રીજલાલ ગુપ્તાના ભંગારના ગોડાઉનના પાછળના ભાગે ગંજી પત્તા વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં હોવાની બાતમીનાં આધારે પારડી પોલીસે છાપો માર્યો હતો.




જોકે પોલીસે જુગાર રમતા બ્રિજલાલ માયાશંકર ગુપ્તા, વિજય છોટેલાલ ગુપ્તા, બ્રિજેશ હરીશચંદ્ર ગુપ્તા (ત્રણેય રહે.મોતીવાડા પારડી), મનોજ પ્રેમચંદ ગુપ્તા (રહે.ઓરવાડ, એચપી ગેસના, બાજુમાં પારડી) કુશલ હર્ષદભાઈ ગુપ્તા (રહે.ખડકી બ્રિજ પાસે, પારડી), ગયા પ્રસાદ રામ મિલન ચમાર, અજય કુમાર રઘુભાઈ મોર્યો અને મુકેશ દિનેશચંદ્ર મોર્યો (ત્રણેય રહે. મોતીવાડા) મળી 8 લોકોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.




તેમજ પોલીસે તેમના પાસેથી દાવ પર મુકેલા રોકડા રૂપિયા અને અંકઝડપી કરી રૂપિયા 3,230/- અને 6 નંગ મોબાઈલ કુલ રૂપિયા 16,590/-નો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application