Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરી કરેલ બાઈક સાથે 6 યુવકો પોલીસ પકડમાં : બાઈક ચોરીનાં 14 ગુનાઓનો ભેદ ઉકેલ્યો

  • August 30, 2022 

વલસાડ રૂરલ પોલીસે વાંકાલ પાસે કેટલાક ઈસમો સ્પોર્ટ બાઈક વેચવા આવના હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે વલસાડ રૂરલ પોલીસે ચેક કરતા 6 યુવકો પાસેથી કુલ 12 ચોરીની બાઈક મળી આવતાં પોલીસ મથક વિસ્તારનાં કુલ 6 અને અન્ય મળી બાઈક ચોરીનાં 14 ગુનાઓને ભેદ ઉકેલ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.




તે દરમિયાન રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીનાં આધારે વલસાડનાં વાંકલ ગામ પાસે મોંઘીદાટ સ્પોર્ટ બાઈક સાથે આવવાનાં હોવાની અને તે તમામ બાઈક વેચવા લાવવાનાં હોવાની બાતમી મળી હતી. જેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીનાં આધારે રૂરલ પોલીસની ટીમે બતમીવાળી જગ્યાએ જઈને ચેક કરતા 6 યુવકો નંબર વગરની સ્પોર્ટ બાઈક લઈને આવ્યા હતા.




તેમજ પોલીસે ગાડીના કાગળો માંગતા ગાડીના કાગળો ન હોવાનું જણાવ્યું હતું. જયારે વધુ પૂછપરછ કરતા ધરમપુર પાસેના ગેરેજમાં વધુ બાઇકો સંતાડેલી હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે કુલ 12 બાઈક અને 7 મોબાઈલ મળી કુલ રૂપિયા 14.15 લાખનો મુદ્દામાલ ડિટેન કરી 6 આરોપીઓને ઝડપી આગળની પૂછપરછ હાથ ધરી હતી.




જેમાં જાણવા મળ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છુટાછવાયા ઘરો આગળ પાર્ક કરેલી સ્પોર્ટ બાઈક ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને મોજશોખ કરવા રૂપિયાની જરૂર હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. આરોપીઓએ ઓછી કિંમતમાં 2 બાઈક મુંબઇ અને નવસારીનાં વ્યક્તિને વેચી હોવાની કબૂલાત કરી હતી. બે જેટલી બાઇકો રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.




પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ દ્રારા ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કરતા હોવાનું સામે આવું છે સાથે આરોપીઓ દ્વારા વલસાડ રૂરલ, ધરમપુર, પારડી, નાનાપોઢા સહિત નવસારી જિલ્લામાં મળી કુલ 14 જેટલા બાઈક ચોરીના ગુનાહોનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે સાથે 12 જેટલી બાઇકો રિકવર કરવામાં આવી છે તો 2 બાઇકો રિકવર કરવાની કામગિરી હાથ ધરાઈ છે સાથે આરોપીઓ દ્વારા હજુ જેટલા ગુનાહો કરવામાં આવ્યા છે અને કેટલા લોકો હજુ આ ગેંગમાં સામેલ છે તે અંગે વધુ તાપસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application