જિલ્લા એલસીબીએ પેરોલ ફર્લો, વચગાળાની જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓને પકડવા ડ્રાઇવ રાખી વલસાડ જિલ્લાનાં અલગ અલગ વિસ્તારમાંથી ફરાર પતિ-પત્ની સહિત 6 આરોપીઓને પકડી પાડી જે તે પોલીસ મથકને તપાસ સોંપી છે. હાલમાં ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી યોજનાર હોય સમગ્ર રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય જે સંબંધે અસરકારક કામગીરી કરવા અધિક પોલીસ મહાનિદેશક, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી પેરોલ ફર્લો, વચગાળાની જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ-આરોપીઓને પકડવા ડ્રાઇવ રાખવામાં આવી હતી.
વલસાડ જિલ્લા એસ.પી.ની સુચના અને એલ.સી.બી. પીઆઇ.ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પેટ્રોલીંગ દરમિયાન પેરોલ જમ્પ, નાસતા ફરતા વોન્ટેડ કુલ 6 આરોપીઓને ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીઓને સુપ્રત કરાયો હતો. જેમાં ભીલાડ પોલીસનો વોન્ટેડ આરોપી શ્રવણ આસુરામ ગુર્જર (રહે.વાપી, ચણોદ કોલોની) લાજપોર મધ્યસ્થ જેલનો પેરોલ જમ્પ કેદી ટીપુ ઉર્ફે સુલ્તાન નસીમ ખાન (રહે.વાપી, કબ્રસ્તાન રોડ) કપરાડા પોલીસનો વોન્ટેડ આરોપી અરવિંદસિંહ બારીયા (રહે.પંચમહાલ) વલસાડ સિટી નો વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ભાવિક નાકરાણી (રહે.નાના વરાછા) સુરત અને વલસાડ રૂરલના દારૂના વોન્ટેડ આરોપી ફાતિમા જાવીદ પઠાણ અને તેનો પતિ જાવીદ ઉર્ફે નેની મજીદ પઠાણ (બંને રહે.કામરેજ, સુરત) નાને પકડી પાડી પોલીસે કામગીરી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500