Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : તીન પત્તીનો જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા, 3 વોન્ટેડ

  • October 03, 2022 

ઉમરગામ ગામનાં સંજાણ ચાર રસ્તા પાસે આવેલી મદીનાં મસ્જિદ પાછળ ખાડી કિનારે ખુલ્લા મેદાનમાં કેટલા ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે વલસાડ LCBની ટીમે બાતમીવાળા વિસ્તારમાં રેડ કરી ચેક કરતા કુલ 5 ઇસમોને તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 ઈસમો ભાગી છૂટ્યા હતા. જેથી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.




મળતી માહિતી મુજબ, વલસાડ LCBની ટીમ પોલીસ મથક વિસ્તારમાં નવરાત્રી પર્વને લઈને ઉમરગામ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફનાં માણસોને મળેલી બાતમીનાં આધારે સંજાણ ચાર રસ્તા પાસે આવેલી મદીનાં મસ્જિદ પાછળ ખાડી કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલા ઈસમો ગોળ કુંડાળું વળીને તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાને બાતમી મળી હતી.




જે બાતમીનાં આધારે વલસાડ LCBની ટીમે સંજાણ ચાર રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદની પાછળ આવેલી ખાડીના કિનારે ખુલ્લી જગ્યામાં કેટલા ઈસમો ગોળ કુંડાળું વળી તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસની ટીમે તમામ આરોપીને કોર્ડન કરે તે પહેલા આરોપીઓ પોલીસને ઓળખી જતા આરોપીઓમાં દોડધામ મચી ગઇ હતી.




પરંતુ ટીમે આરોપીના પીછો કરીને કુલ 5 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 11,280/- અને 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 19,780/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ વલસાડ LCBની ટીમે ભાગી ગયેલા ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉમરગામ પોલીસમાં મથકે ગુનો નોંધી આગળની તપાસ મરીન પોલીસને સોંપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application