Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : જાહેરમાં કેકને તલવારથી કાપી જન્મ દિવસની ઉજવણી કરતા 4 ઝડપાયા, 1 વોન્ટેડ

  • November 14, 2022 

ઉમરગામનાં 5 ઇસમો દ્વારા જાહેરમાં બર્થ કેકને તલવારથી કાપી જન્મ દિવસની ઉજવણી કરતા પોલીસે તેઓ સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 5 પૈકી 4 ઇસમોને પકડી પાડી 1ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી. મળતી માહિતી અનુસાર, ઉમરગામ વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં તલવાર લઇને બર્થડે પાર્ટીમાં કેક કાપતા હોવાના સોશ્યિલ મીડિયામાં વીડિયો પ્રસારિત થયેલ છે. જે અંગે તપાસ કરવા કહેતા આ વીડિયો ઉમરગામ ચિત્રકુટ નુરી મસ્જિદની સામે રહેતા સલમાન સમીમ ખાનનાં ઘરના હોવાનું જણાઇ આવતા સલમાનની પૂછપરછ હાથ ધરાઇ હતી.

જોકે પોલીસને જણાવેલ કે, 10 નવેમ્બરે તેના નાના ભાઇ ગુફરાન સમીમ ખાન (ઉ.વ.12)નો જન્મદિવસ હોય કેક કાપવા માટે મુકેશ સંતોષગિરી (રહે.ગાંધીવાડી, ઉમરગામ) પાસેથી તલવાર લઇ આવી મિત્ર અલી અહેમદ અલાઉદ્દીન ખાન, એજાજ અતીક ધોબી અને ઇમરાન અનવર હુસેનની હાજરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યાએ ભાઇએ તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરી હતી.


ત્યારબાદ આ તલવાર સંતોષગિરીને પરત આપી દેવાયો હતો. પોલીસે પાંચેય આરોપી સામે જાહેરનામનો ભંગ બદલ ગુનો નોંધી આરોપી સલમાન, અલી અહેમદ, એજાજ અને ઇમરાનની ધરપકડ કરી તલવાર આપનાર આરોપી મુકેશને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હાલ સોશ્યિલ મીડિયામાં બર્થ-ડે ઉજવતી વખતે કેકને તલવારથી કાપવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. જેને જોઇ યુવાનો તલવારથી જ કેક કાપીને તેનો વિડીયો સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. જોકે, આ કૃત્યથી જાહેરનામાનો ભંગ થતો હોય પોલીસ આવા ઇસમો સામે પગલા ભરતી હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application