Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં સ્ટેશન રોડ ઉપર વૃદ્ધ મહિલાનાં ઘરેણાં લઈ 3 ઈસમો ફરાર, પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી

  • February 22, 2023 

વલસાડ પોલીસ વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા અને વલસાડ SBI બેંકમાં પેનશન ઉપાડી મોગરાવાડી ચકાચકની વાડી તરફ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટેશન રોડ ઉપર એક મહિલા સહિત 3 ઈસમો વૃદ્ધ મહિલાએ પહેરેલા ઘરેણાં તેવો બનાવવાના હોવાનું જણાવી તેમની પાસે ઘરેણાં જોવા માંગતા હતાં વૃદ્ધા આનાકાની કરતા સ્ટેશન રોડ ઉપર આવેલા શૌચાલય ખાતે વૃદ્ધાને મહિલા લઈ ગઈ હતી. વૃદ્ધાની નજર ચૂકવી ઘરેણાં ઉતારી લઈ ખાલી રૂમાલમાં ગાંઠ મારી મહિલાને રૂમાલ પરત આપી મહિલા સહિત 3 આરોપીઓ રેલવે ગોદિ તરફ જતા રહ્યા હતા. જોકે વૃદ્ધાએ રૂમાલ ચેક કરતા રૂમાલ ખાલી મળતા મહિલાએ બુમાબુમ કરી પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું જાણ થતાં સીટી પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવ અંગે સીટી પોલીસે ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.








મળતી માહિતી મુજબ, વલસાડ સીટી પોલોસ મથકે વર્ગ-4નાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા બાઘુબેન કેશવભાઈ વલોદરા નિવૃત થઈ તેમના નાના દીકરા સાથે મોગરાવાડી ચકાચકની વાડી પાસે રહેતા હતા. આજરોજ તેઓ SBI બેંકમાં પેનશન ઉપાડવા ગયા હતા. ત્યાંથી ચાલતા ચાલતા ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટેશન રોડ ઉપર એક મહિલા અને 2 ઈસમો તેમના ઘરેણાં જોવા માંગી રહ્યા હતા અને બાઘુબેનને મૈત્રી હોલ પાસે લઈ જઈને ઘરેણાં જોવા માંગણી કરી રહ્યા હતા.








જોકે સજાગ બનેલા બાધુબેને ઘરેણાં ન આપવાનું જણાવી મુખ્ય રોડ ઉપર ચાલતા ચાલતા આવી ગયા હતા તેમજ મહિલા સહિત ત્રણેય અજાણ્યા ઈસમોએ બાધુબેનનો પીછો કરી ઘરેણાં તેમને બનાવવાના હોવાથી ઘરેણાં જોવા માંગવા સમજાવટ કરી રહ્યા હતા. સ્ટેશન રોડ ઉપર આવેલ શોચલાયમાં મહિલા જબરજસ્તી બાધુબેનને લઈ ગઈ હતી. જ્યાં તેમના ઘરેણા ઉતાવરાવડાવ્યા હતા અને વૃદ્ધાની નજર ચૂકવી તેમના ઘરેણાં તેમને રૂમાલમાં બાંધી આપ્યા હોવાનું જણાવી રૂમલની ગાંઠ મારી વૃદ્ધાને પરત રૂમાલ આપી મહિલા સહિત 3 ઈસમો રેલવે ગોદી તરફ જતા રહ્યા હતા.





ત્યારબાદ મહિલાએ રૂમાલ ચેક કરતા વૃદ્ધાના ઘરેણાં ન મળતા બુમાબુમ મચાવી હતી. સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. અને ચેક કરતા કોઈ મળ્યું ન હતું. ઘટના અંગે વૃદ્ધાના પરિવારને જાણ થતાં વૃદ્ધાના પરિવારે સીટી પોલીસને જાણ કરી હતી. સીટી પોલીસે ઘટના અંગે સરકારી અને આજુબાજુનાં CCTV ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે સીટી પોલીસ મથકે દિનેશ વલોદરાએ ઘટનાની નોંધ કરાવી હતી અને પોલીસે ઘટનાની નોંધ લઈને CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application