Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Fraud : બેંકોમાં સિનિયર સીટીઝન કે ઓછું જાણકાર લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરનારા 3 આરોપીઓ ઝડપાયા

  • July 06, 2022 

સંઘ પ્રદેશ દમણ ખાતે બેંકોમાં સિનિયર સીટીઝન કે ઓછું જાણકાર લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરતી ગેંગનાં આરોપીઓને દમણ પોલીસનાં કોસ્ટબલની સતર્કતાથી ઝડપી પાડયા હતા. જોકે દમણ પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા 5 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું બેંકોમાં નિર્દોષ લોકોને છેતરવાના પ્રયાસમાં દમણ પોલીસે 3 લોકોને રંગે હાથે ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં હોમગાર્ડમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હેમેન્દ્ર અરવિંદભાઈ સોલંકી બેંકના કામથી બેન્ક ઓફ ઇન્ડિયામાં ગયા હતા.




જ્યાં તેઓને 2 ઇસમની ગતિવિધિઓ ઉપર શંકા જતા શંકાસ્પદ ઈસમો ઉપર વોચ ગોઠવી હતી. જયારે આ શંકાસ્પદ ઈસમો પેંશન ઉપાડવા આવતા વૃદ્ધ તેમજ ઓછા જાણકાર લોકોના શિકારની શોધમાં હોવાનું જણાય આવ્યું હતું, ત્યારે વૃદ્ધ પેંશન ઉપાડવા કે ખાતામાં રૂપિયા જમા કરાવવા આવે ત્યારે તેમને મદદ કરવાના બહાને તેમની નજર ચૂકવી ઉપર નીચે સાચી નોટ બકોના કોરા કાગળ આપી ફરાર થઈ તે પૂર્વે દમણના હોમગાર્ડ જવાને 3 ઇસમોને ઝડપી પાડયા હતા. દમણના નજીકના પોલીસ મથકથી પોલીસ જવાનોની મદદ મેળવી 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. જયારે આરોપીઓની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application