Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકમાંથી દારૂની 15,360 બોટલો સાથે 4 ઇસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • October 12, 2022 

વલસાડનાં ઉમરગામ તાલુકાની ભિલાડ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે એક ટ્રકમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. તેમજ સાથે દારૂ ભરેલા ટ્રકનું એક કાર પેટ્રોલિંગ કરી રહી હોવાની બાતમી મળી હતી જેથી બાતમીનાં આધારે ભિલાડ પોલીસે ચેકપોસ્ટ ઉપર પેટ્રોલિંગ કરતી કારને અટકાવી હતી. આમ પોલીસે ટ્રકમાંથી 15,360 બોટલ દારૂનો જથ્થા સાથે કુલ 4 ઇસમોને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, ઉમરગામની ભિલાડ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.




જે દરમિયાન ભિલાડ ઇન્ડિયા પાડા નરોલી પોલીસ ચેકપોસ્ટ ઉપર મળેલી બાતમીના આધારે એક ટ્રક નંબર UP/23/T/4807નો ચાલક ટ્રકમાં સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો ભરી નરોલી થઈ ભિલાડ નેશનલ હાઇવે નંબર-48થી વડોદરા ખાતે જવાનો હોવાની બાતમી મળી હતી અને ટ્રકની આગળ એક કાર નંબર DD/01/A/8635નો ચાલક અને અન્ય એક ઈસમ ટ્રકનું પાયલોટિંગ કરતા હોવાની બાતમી પણ મળી હતી.




જે બાતમીનાં આધારે ભિલાડ પોલીસની ટીમ ઇન્ડિયા પાડા નરોલી પોલીસ ચેકપોસ્ટ ઉપર બાતમી વાળા ટ્રક અને પાયલોટિંગ કરતી કારની વોચ ગોઠવી ઉભી હતી જે દરમિયાન બાતમી વાળી પાઇલોટિંગ કરતી કાર આવતા કારને લાકડી વડે અટકાવતા કારના ચાલકે કાર ઉભી ન રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ચેકપોસ્ટ ઉપર બેરીકેટિંગ કર્યું હોવાથી કારને ઉભી રાખવા લાકડી આડી કરી કાર રોકાવતા કારના આગળનો ફ્રન્ટ કાચ ઉપર લાકડી અથડાતા કારનો સાઈડનો અને આગળનો કાચ તૂટી ગયો હતો.




તેમજ કારનાં ચાલકને પોલીસે કોર્ડન કરી પકડી લીધો હતો. તે દરમિયાન બાતમી વાળો ટ્રક આવતા ટ્રકને અટકાવી ચેક કરતા 420 બોક્સમાંથી કુલ 15,360 બોટલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક આસિફ ઇસ્તખાર ઉર્ફે સાજીદ હુસેન પાસા અને ટ્રક માલિક મશકુર મહેબૂબ હુસેન પાસાની અટકાયત કરી પૂછપરછ કરતા ટ્રકનું પાયલોટિંગ કરતી કારનો ચાલક નિતેષગીરી અને અન્ય ઈસમ ગૌરવ ઉર્ફે મોનુ ખોસલાએ સેલવાસ ખાતેથી પ્રોહીબિશનનો જથ્થો ટ્રકમાં ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું.




જોકે આ જથ્થો વડોદરાના કાલુ ઉર્ફે કાલુ ટોપી સુંદર દાસ તેલવાણી ને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારના જથ્થા સાથે ચાર ઈસમોની અટકાયત કરી કુલ 31.6 લાખનો મુદ્દામાલ કબજે લઈ દારૂ મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application