Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદેસર 13 દુકાનો અને 4 ઢાબાનું JCB મશીન દ્વારા ડિમોલીશન કરાયું

  • November 16, 2022 

દાદર નગર હવેલી વહીવટી તંત્રએ સરકારી જમીન તથા રોડ માર્જીનમાં કરાયેલા ગેરકાયદે દુકાન, ઢાબા સહિતનાં દબાણો હટાવવાનું અભિયાન આગળ ધપાવતા ગતરોજ રખોલી અને કરાડ ગામે 13 દુકાનો અને 4 ઢાબાનું ગેરકાયદે દબાણ તોડી પાડ્યું હતું. જોકે કલેકટરનાં દિશા નિર્દેશ અનુસાર રખોલી અને કરાડ ગામે સરકારી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબ્જો કરવામાં આવેલો હોય જેમાં રખોલી ગામે 3 દુકાન અને 2 ઢાબા ગેરકાયદેસર બાંધકામ કરેલ અને કરાડ ગામે 10 દુકાન અને 2 ઢાબા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા.

જેને સેલવાસ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી આ ગેરકાયદેસર બાંધકામોને JCB મશીન દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જોકે પ્રશાસને જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે, જેણે પણ આવા ગેરકાયદે બાંધકામ સરકારી જમીન, કોતર અને નહેર પર ઉભા કરી કબ્જો કર્યો હોય તે જાતે તેને દૂર નહીં કરે તો પ્રશાસન તેને દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરશે. જોકે આ સાથે અભિયાન ચાલુ રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application