મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કાઝી ફળિયામાંથી સોનાનાં ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.18 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જતાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વાલોડ નગરનાં કાઝી ફળિયામાં રહેતા આશીફોદ્દિન ફિરોઝોદ્દીન કાઝી નાંઓના ઘરની બાજુમાં આવેલ તેઓની બેન નજમુનીશા ઈલમુદ્દિન કાઝી નાંઓના રહેણાંક મકાનનાં દરવાજાને લગાવેલ તાળું તથા દરવાજાનો નકુચો કોઈક ચીજ વસ્તુથી તોડી મકાનની અંદર પ્રવેશ કરી કિચન રૂમમાં એક લોખંડનાં કબાટનાં દરવાજા તથા લોકર કોઈક ચીજ વસ્તુથી તોડી કબાટની તિજોરીમાં મુકેલ નજમુનીશાબેનનાં ઘરેણાં જેમાં એક સોનાની બે તોલાની ચેઈન લોકેટ સાથેની, સોનાની બે તોલાની બે બંગડી, સોનાની એક તોલાની કાનની બુટ્ટી બે નંગ, સોનાની અડધા તોલાની વીટી એક નંગ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 1,18,000/-ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે આશીફોદ્દિન ફિરોઝોદ્દીન કાઝી નોએ તારીખ 26/08/2023નાં રોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application