પાદરાથી ભાયલી નજીક હનુમાજી મંદિરે દર્શન માટે રિક્ષામાં જતાં વૃધ્ધ દંપતી પૈકી વૃધ્ધાનાં ગળામાંથી બે તોલા વજનની સોનાનો અછોડો શિફ્તપૂર્વક કાઢી રિક્ષા ચાલક તેમજ તેની સાથેનાં ભેજાબાજો દંપતીને રસ્તામાં જ ઉતારી ફરાર થઇ ગયા હતાં. મળતી માહિતી મુજબ, પાદરા પાણીની ટાંકી પાસે રહેતા અમરસિંહ મોહનભાઈ ગોહિલ તેમના પત્ની શાંતાબેન (ઉ.વ.70) સાથે તા.14નાં રોજ ભાયલી પાસે આવેલા ઝંડ હનુમાનજીનાં મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ઘેરથી ચાલતા આવી જાસપુર ચોકડીથી રિક્ષામાં બેસી ભાયલી તરફ જતાં હતાં. તે દરમિયાન રિક્ષા ચાલકે પોલીસનું આગળ ચેકિંગ છે તેમ કહી જાસપુર રિફાઈકોલોની પરણામી અગરબત્તીથી વડોદરા તરફ જવાનું છે તેમ કહ્યું હતું.
જયારે સાંગમાં-લક્ષ્મીપુરાથી લાલ કલરનો ટીશર્ટ પહેરેલ એક શખ્સને ચાલકે રિક્ષામાં બેસાડયો હતો અને અમરસિંહ ગોહિલને આગળ બેસાડી સમિયાલા ગામની ગુજરાતી શાળા સુધી લઈ આવેલ અને ત્યાંથી રિક્ષા પરત લાવીને વૃધ્ધ દંપતીને સમિયાલા પાસે ગુજરાતી સ્કૂલ નજીકનાં ડિવાઇડર પાસે નીચે ઉતારી કહેલ કે તમો પાંચ મિનિટ ઊભા રહો હું આ લોકોને છોડીને આવું છું તેમ કહી રિક્ષા ચાલક નીકળ્યા બાદ પરત આવ્યો ન હતો. આ વખતે શાંતાબેનનો હાથ ગળા પર પડતા સોનાનો હાર પહેરેલ તે મળેલ નહીં શોધખોળ કરતા હાર જણાયો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application