વડોદરામાં ગ્રામ્ય પોલીસની એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેસણીયા ગામની સીમમાં રામેશરાથી અજવા તરફ આવતા કેનાલવાળા રોડ પરથી કેલનપુરમાં કેફી પદાર્થની ડિલિવરી આપવા માટે પોતાના એક્ટિવા લઈને જવાનો છે.
જેથી એસ.ઓ.જી.ની ટીમે કેનાલવાળા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતા તેને ઉભો રાખી તપાસ કરતા તેની પાસેથી 2.76 કિલોગ્રામ ગાંજો રૂ.20 હજાર મળી આવ્યો હતો. જેથી ગાંજો, એક્ટિવા 50 હજાર, મોબાઇલ અને રોકડા રૂપિયા મળી 77 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ગાંજો કોની પાસેથી લાવતો હતો તેની પૂછપરછ કરતા કલ્પેશ ઉર્ફે-કમલેશ બારિયા પાસેથી લાવી વડોદરી સિટી તથા ગ્રામ્ય વિસ્તારમાં છુટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી સપ્લાયર સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસને સોંપતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની વધુ પુછપરછ માટે માગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application