Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : નજીવી બાબતે મારામારી થતાં પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી

  • July 20, 2024 

વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ ચાર રસ્તા પાસે રુદ્રાક્ષ એલીગન્સમાં રહેતા ભારતીબેન મંથનભાઈ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સાંજે 7:00 વાગે હું મારા ઘરની બહાર અગરબત્તી કરી મારા ઘરમાં ગઈ હતી. અમારી સામે રહેતા રીપલભાઈ શાહ તથા તેમના પત્ની સ્નેહાબેને બૂમો પાડીને કહ્યું કે તું અગરબત્તી હમણાંને હમણાં હટાવો મેં તેઓને કહ્યું કે, અગરબત્તી પૂરી થઈ જાય એટલે હટાવું છું.

મારી વાત સાંભળીને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચપ્પલ વડે અગરબત્તી ફેંકી દઈ મને ગાળો બોલવા લાગ્યા હતા. અહીંયા અગરબત્તી મૂકવાની નથી અમને તકલીફ થાય છે તેમ કહીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે રીપલભાઈએ ભારતીબેન સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગરબત્તી બાબતે ઝઘડો થતાં તેઓએ મને ગાળો બોલી થાય તે કરી લો હું તારી પત્નીની ડીલીવરી પણ નહીં થવા દઉં તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application