Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પરથી બિનવારસી બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો

  • July 20, 2024 

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પરના રેલવે પોલ નંબર 10 પાસે એક ગ્રે કલરની બિનવારસી ટ્રોલી બેગ મળતા પ્લેટફોર્મના કૂલી દ્વારા આ બેગ રેલવે સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટને સુપરત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ દ્વારા રેલવે સ્ટેશન પર વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે કોઈ પેસેન્જર બેગ ભૂલી ગયું હોય અથવા ચોરી થઈ હોય તો તેઓ ઓફિસનો સંપર્ક કરે જોકે લાંબા સમય સુધી કોઈ પેસેન્જર બેગ લેવા નહીં આવતા આખરે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્કેનર દ્વારા બેગમાં ચેક કરતા અંદર સેલોટેપ મારેલા પેકેટો જણાયા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી બેગ ખોલતા અંદરથી છ પેકેટો મળ્યા હતા. આ પેકેટો ખોલતા જ વનસ્પતિ જન્ય નસીલો પદાર્થ મળ્યો હતો. જે ગાંજો હોવાનો એફએસએલ દ્વારા નક્કી થયું હતું. પોલીસે 1.21 લાખ કિંમતનો 12 કિલો 130 ગ્રામ ગાજાનો જથ્થો કબજે કરી તેને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application