Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મકાનનાં કમ્પાઉન્ડમાં ગાંજો વાવનાર શખ્સ ઝડપાયો

  • June 05, 2024 

વડોદરાનાં તરસાલી વિસ્તારમાં મકાનનાં કમ્પાઉન્ડમાં ગાંજો વાવનાર શખ્સને એસ.ઓ.જી.એ ઝડપી પાડી નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તરસાલીનાં નિત્યાનંદ પાર્કમાં એક મકાનમાં ગાંજાના છોડ ઉછેરવામાં આવી રહ્યા હોવાની વિગતોને પગલે એસ.ઓ.જી.ના પી.આઇ. અને ટીમે દરોડો પાડયો હતો. પોલીસને ઉપરોક્ત સ્થળેથી 3 કિલો વજનનાં કુલ 3 છોડ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂપિયા 30 હજાર જેટલી થાય છે. જેથી ઉપરોક્ત મકાનમાં ભાડેથી રહેતા મનીષ નાગરભાઈ પટેલ (મૂળ રહે. સામેત્રા ગામ, બહુચરાજી રોડ, મહેસાણા)ની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસ આગળની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application