વડોદરા શહેરનાં પાણીગેટ કોટીયાર્ક નગરમાં રહેતા મહિલા ધારા શાસ્ત્રીનાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના-ચાંદીનાં ઘરેણાં મળી લાખોની કિંમતના મુદ્દામાલની ચોરી થતાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરનાં A/33 કોટીયાર્ક નગર પાણીગેટ ખાતે રહેતા સીનીયર મહિલા ધારાશાસ્ત્રી માલતીબેન વાણી ગત તા.21 જુલાઈનાં રોજ અમેરિકા ખાતે રહેતા દીકરાના ઘરે ગયા હતા.
જેથી તેમનું મકાન બંધ હાલતમાં હતું ગતરોજ તેઓની સોસાયટીમાં રહેતા ભરત પાઠકે તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો છે અને સાથે સાથે પહેલા માળે પણ રૂમનો દરવાજો ખુલ્લો છે. જે માહિતી મળતા મહિલા ધારાશાસ્ત્રી માલતીબેન વાણીએ તેઓના સાથી ધારાશાસ્ત્રી જયોતિકાબેન રાઉલજીને જાણ કરી હતી જેથી જયોતિકાબેન અને તેમના પતિ કમલેશભાઈ રાઉલજી માલતીબેનના ઘરે પહોચ્યા હતા.
જ્યાં મકાનમાં પ્રવેશીને જોતા ઘરમાં ચોરી થઇ હોવાનું જાણાતા પોલીસને જાણ કરી હતી. મકાન માલિક અને મૂળ ફરિયાદી હાલ અમેરિકા હોય સાથી ધારાશાસ્ત્રીના પતિને ચોરીની ફરિયદ આપવાનું જણાવતા મકાનમાં તિજોરીમાં મુકેલા દાગીના ચોરી થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે કમલેશ રાઉલજીએ સોનાચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા 3 લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500